ન્યુ દિલ્હી,તા.૨૦
સાઉદી આરબે ભારતને હજયાત્રા પર જનારા યાત્રાળુઓની સંખ્યા વધારવા પર મંજૂરી આપી દીધી છે. હવે દર વર્ષે બે લાખ શ્રદ્ધાળુઓ મક્કા મદીનાની તીર્થયાત્રા કરી શકશે.
જો કે ગત ફેબ્રુઆરી માસમાં સાઉદીના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન ભારત યાત્રા પર આવ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુલાકાત દરમિયાન તેમને હજ યાત્રાળુઓની સંખ્યા વધારવાની અપીલ કરી હતી.
ત્યારબાદ આજે સાઉદી સરકારે આ માટે એક સત્તાવાર આદેશ જાહેર કરી દીધો છે. આ આદેશ બાદ હવે બે લાખ લોકો સાઉદીના મક્કા મદીનાની યાત્રા કરી શકશે. આ નિર્ણય બાદ લગભગ બધા રાજ્યોના શ્રદ્ધાળુઓ હજ યાત્રા કરી શકશે. જો કે આ વર્ષે ૨ લાખ લોકો હજ યાત્રા કરી શકશે. જેના પર કોઇ સબસીડી નહીં મળે.
ફેબ્રુઆરી માસમાં નવી દિલ્હીમાં વડાપ્રધાન મોદી સાથે મુલાકાત બાદ પ્રિન્સ સલમાને યાત્રાળુઓની સંખ્યા વધારવાની જાહેરાત કરી હતી. હજ યાત્રાળુઓની સંખ્યામાં આ સતત ત્રીજા વર્ષમાં વધારો નોંધાયો છે. આ પહેલા વર્ષ ૨૦૧૮માં સાઉદી સરકારે ૧.૭૫ લાખ યાત્રાળુઓને હજ યાત્રાની મંજૂરી આપી હતી.
કેન્દ્ર સરકારે હજ યાત્રા અંગે નવી પોલીસી બનાવવા માટે અફજલ અમાનુલ્લાહના નેતૃત્વમાં છ સભ્યોની સમિતિની નિમણૂક કરી છે. અફજલ ભારત સરકાર વરિષ્ઠ અધિકારી રહી ચુક્યા છે. અમાનુલ્લાહ હજ સમિતિના વર્ષ ૨૦૧૮થી ૨૦૨૨ સુધીનો એક ડ્રાફ્ટ તૈયાર કરીને ભારત સરકારને અહમ સુચનાઓ આપશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here