23/03/2019 અમદાવાદ,
ભગતસિંહ, રાજગુરુ, સુખદેવ અને અવતારસિંહ પાશની શહાદતના દિવસે જુદી-જુદી સંસ્થાઓ અને સામાજિક સંગઠનો દ્વારા સરદાર સ્મારક ભવન ખાતે ‘શહિદ દીન’ના નામથી એક ખાસ કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વક્તા તરીકે શમશાદખાન પઠાણ, એજાજ શેખ, દક્ષિણ છારા અને ખેરુન પઠાણ હાજર રહ્યા હતા. બુધન થિયેટર, નેશનલ પીસ ગ્રૂપ, ક્રાંતિકારી સાંસ્ક્રુતિક મંચ અને વિનયભાઈ ચારુલબેન દ્વારા જુદા-જુદા ક્રાંતિકારી ગીતો રજૂ કરાયા હતા. શહીદ ભગતસિંહના પત્ર અને પાશની કવિતાઓના માધ્યમથી બધા જ ક્રાંતિકારી સાથીઓને શ્રદ્ધાંજલી આપવામાં આવી હતી॰

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here