ન્યૂઝીલેન્ડનાં વડાપ્રધાનની આ તસવીર ‘બુર્જ ખલીફા’ પર છવાયેલી રહી

0
677

ન્યૂઝીલેન્ડનાં વડાપ્રધાને ક્રાઈસ્ટચર્ચ પર થયેલા હુમલા બાદ જે પ્રકારે દેશની સ્થિતિ સંભાળી તેના વખાણ દુનિયાભરમાં થઈ રહ્યા છે. પીડિત પરિવારોને મળવા ગયા ત્યારે ન્યૂઝીલેન્ડનાં વડાપ્રધાન જેસિંડા એર્ડન હિજાબ પહેર્યો હતો. જેસિંડાએ પીડિત પરિવારના સભ્યોને ભેટીને તેમને સાંત્વના પાઠવી હતી. પીએમની આ તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ અને શુક્રવારે બુર્જ ખલીફા પર આ તસવીર છવાયેલી રહી. યૂએઈના વડાપ્રધાને તસવીર ટ્વિટ કરીને ન્યૂઝીલેન્ડનાં પીએમનો આભાર માન્યો. ટ્વિટ કરીને લખ્યું, “ન્યૂઝીલેન્ડે આજે મસ્જિદ હુમલાના મૃતકો માટે મૌન પાળ્યું. આભાર વડાપ્રધાન જેસિંડા એર્ડન અને ન્યૂઝીલેન્ડ, તમારી સંવેદના અને સમર્થને ૧.૫ બિલિયન મુસ્લિમોનું દિલ જીત્યું છે. આ આતંકી હુમલાએ દુનિયાભરના મુસ્લીમોને હચમચાવી દીધા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here