ન્યુ દિલ્હી-અમદાવાદ,તા.૧૯
ગુજરાતની જનતા અને ગુજરાતની બહાર વસતા ગુજરાતીઓને ગર્વની લાગણી થાય એવા સમાચાર છે. અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટે ૩ એવોર્ડ જીત્યા છે. આ એવોર્ડ એણે વર્લ્ડ ક્લાસ સેવાઓ પૂરી પાડવા માટે જીત્યા છે.
આ ત્રણ એવોર્ડ છેઃ ‘બેસ્ટ ઈન્વાયરન્મેન્ટ એન્ડ એમ્બીઅન્સ’, ‘બેસ્ટ કસ્ટમર સર્વિસીસ’ અને ‘બેસ્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ ફેસિલિટેશન’.
આ એરપોર્ટે આંતરરાષ્ટ્રીય એરપોર્ટ સર્વિસ ક્વાલિટી એવોડ્‌ર્સ જીત્યા છે. આ ત્રણેય એવોર્ડ એરપોર્ટ કાઉન્સિલ ઈન્ટરનેશનલ સંસ્થા દ્વારા આપવામાં આવ્યા છે.
એએસકયુ એવોડ્‌ર્સ એરપોર્ટ પેસેન્જર સેવા માટે આપવામાં આવતો પ્રતિસ્થિઠિત એવોર્ડ છે અને વિશ્વમાં બેન્ચમાર્કિંગ પુરસ્કાર છે.
બેંગલુરુના કેમ્પેગોવડા ઈન્ટરનેશનલ એરપોર્ટે આગમન અને પ્રસ્થાન કેટેગરીઓ માટે એએસકયુ એવોર્ડ જીત્યો છે.
એએસકયુ એવોર્ડ આંતરરાસ્ટ્રીય સ્તરે સ્થાપવામાં આવ્યો છે. આ એવોર્ડના વિજેતા નક્કી કરવા માટે દુનિયાભરના વિમાની મથકો ખાતેની સેવાઓ વિશે પ્રવાસીઓનાં સંતોષના મામલે સર્વે કરવામાં આવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here