સુરત,તા.૧૮
સુરતના ઉમરા વિસ્તારમાં રહેતા દિલીપ પોદ્દાર પાર્લેપોઇન્ટ ખાતે આવેલ કાપડના શો રૂમમાં સેલ્સમેન તરીકે કામ કરે છે અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. ત્રણ દિવસ અગાઉ દિલીપ ઘરેથી પોતાના શો રૂમ પર જતો હતો. આ દરમિયાન તેને કચરાપેટીની બાજુમાથી એક થેલી નજરે પડી હતી. શરુઆતમા તેને એમ હતુ કે, થેલીમા મોબાઇલ હશે. જેથી તેને થેલી ઉચકી તેની તપાસ કરી હતી. તપાસ કરતા તે આશ્ચર્યમાં મૂકાયો હતો કારણ કે, થેલીમા મોબાઇલ નહિ પરંતુ રોકડા ૧૦ લાખ રૂપિયા હતાં.
દિલીપે રૂપિયા મળવાની વાત પોતાના પાડોશીઓને બતાવી હતી . બાદમાં રસ્તા પરથી રૂપિયા દસ લાખ મળ્યા હોવાની વાત વાયુવેગે પ્રસરતા આ વાત પોલીસ સુધી પહોચી હતી. અને પોલીસનો કાફલો દિલીપના ઘરે પહોંચ્યો હતો. જ્યાં દિલીપે પોતાને પૈસા મળ્યાની વાત ચોખા દિલે કબૂલ કરી હતી. બાદમા પોલીસે પાર્લેપોઇન્ટ વિસ્તારના તમામ સીસીટીવી કેમેરા ચેક કર્યા હતા. સીસીટીવી તપાસ દરમિયાન પોલીસે ઘણી કારો સ્કેનીંગ કરી હતી અને બાદમા મુળ માલિક મળી આવ્યો હતો. એક મહિલાએ કારમાથી ઉતરતીવેળાએ આ રૂપિયાનું બંડલ પડી ગયું હતું. જે રીતે દિલીપભાઇએ ઇમાનદારી બતાવી હતી તેને લઇ મુળ માલિકે પણ ઇમાનદારી સ્વરૂપે બે લાખનું ઇનામ દિલીપને આપ્યુ હતુ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here