ન્યૂઝીલેન્ડ મસ્જિદ માટે આર્થિક સહયોગ આપનાર પરિવારનાં યુવકનું હુમલામાં મોત

0
563

સુરત,તા.૧૬
ન્યૂઝીલેન્ડની મસ્જિદમાં થયેલા આતંકવાદી હુમલામાં ૫૦ જેટલા લોકોના મોત નીપજ્યાં હતાં. અંધાધૂંધ થયેલા ગોળીબારમાં મૂળ નવસારીના અડદા ગામના વતની અને ન્યૂઝીલેન્ડમાં ધંધા રોજગાર માટે સ્થાયી થયેલા મુસ્લિમ કારા પરિવારના યુવાનનું આંતકી હુમલામાં મોત થયું હતું. હુમલો જે મસ્જિદમાં કરવામાં આવ્યો હતો તે મસ્જિદના નિર્માણ કાર્યમાં કારા પરિવારે આર્થિક યોગદાન આપ્યું હતું. એ જ જગ્યાએ પરિવારનો યુવાન આત્મઘાતી હુમલામાં અલ્લાહને પ્યારો થઈ જતાં વતન અડદામાં શોકનું મોજું ફરી વળ્યું હતું.
મૃતક જુનેદ કાકા અને અડદામાં રહેતા ઇકબાલ કારાએ જણાવ્યું હતું કે, ઝુનેદ યુસુફ કારા આંતકી હુમલામાં મોતને ભેટ્યા છે.આ પરિવાર ન્યૂઝીલેન્ડમાં દુકાન ચલાવતા હતા અને આ પરિવારે મસ્જિદ બનાવવામાં પણ ઘણી મદદ કરી હતી. તે જ મસ્જિદમાં આલ્લાહની બંદગી વખતે થયેલા હુમલામાં જુનેદ અલ્લાહને પ્યારા થયા હતા. જુનેદના મોતથી પરિવાર સાથે પત્ની અને બાળકોને મૂકીને અલવિદા થતા પરિવાર શોકમાં ગરકાવ થયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here