ભોપાલ,તા.૫
યુવાઓમાં લોકપ્રિય પબજી ગેમના કારણે દુર્ઘટનાઓ પણ બની રહી છે. હજારો યુવાઓને આ ગેમની લાગેલી લતના કારણે તેમના માનસ પર અસર પડી રહી છે.
ભોપાલમાં બનેલા એક કિસ્સામાં પબજી ગેમ રમવામાં યુવક એટલો મશગૂલ થઈ ગયો હતો કે તેણે પાણીની જગ્યાએ એસિડ પી લીધુ હતુ. ડોક્ટરના કહેવા પ્રમાણે તેના આંતરડા બળી ગયા છે અને તેની સારવાર ચાલી રહી છે.પેટમાં અલ્સર પણ થયુ છે.તેને વધુ સારવાર માટે નાગપુરની હોસ્પિટલમાં શિફ્ટ કરાયો છે.
ડોક્ટર કહે છે કે, વધારે હેરાન કરનારી વાત એ છે કે આ દુર્ઘટના થયા બાદ પણ આ યુવક સારવાર દરમિયાન પબજી રમી રહ્યો હતો.આ ગેમની તેને લત લાગી ગઈ છે.
તામિલનાડુની સાથે સાથે મધ્યપ્રદેશમાં પણ આ ગેમને બેન કરવાની માંગ ઉઠી રહી છે.તાજેતરમાં મધ્યપ્રદેશના ભાજપના એક ધારાસભ્યે પબજી ગેમને બેન કરવાની માંગ કરી હતી.ધારાસભ્ય યશપાલ સિસોદિયાએ કહયું હતુ કે પબજી ગેમથી બાળકો હિંસક થઈ રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here