પોલીસ ફરિયાદ નોંધતી નથી કહી ધારાસભ્ય ગૃહમાં ધ્રૂસકે ધ્રૂસકે રડી પડ્યા

0
233

લખનઉ,તા.૧૮
ઉત્તર પ્રદેશ વિધાનસભામાં સોમવારે અજીબોગરીબ ઘટના બની હતી. વિધાનસભામાં એક ધારાસભ્ય ધ્રૂસકે-ધ્રૂસકે રડી પડ્યા હતા. જો કે તેઓ પુલવામા હુમલામાં શહીદ થયેલા જવાનો કે પ્રજાની સમસ્યાઓ માટે રડ્યા ન હતા. તેઓ રડ્યા કેમ કે તેમના ૧૦ લાખ રૂપિયા ચોરી થઇ ગયા હતા. એસપીના આઝમગઢના મેહનગર બેઠકના ધારાસભ્ય કલ્પનાથ પાસવાને વિધાનસભામાં બે હાથ જોડીને જણાવ્યું હતું કે, તેમના ૧૦ લાખ રૂપિયા તેમની ગાડીમાંથી ચોરી થઇ ગયા હતા અને પોલીસ તેમની એફઆઇઆર નોંધતી નથી.
ધારાસભ્યએ જણાવ્યું હતું કે, મને ન્યાય અપાઓ. મને ન્યાય નહી મળે તો હું નિશ્ચિત રીતે મરી જઇશ…! આજે ગૃહમાં હું રડી રહ્યો છું, કાલે સમગ્ર ગૃહ રડશે. મેહરબાની કરીને તમે ન્યાય કરો. હું સમગ્ર ગૃહથી હાથ જોડીને વિનંતી કરી રહ્યો છું. હું કયાં જાઉં. હું સમગ્ર ગૃહને જણાવું છું….હું જીવીત રહીશ નહી. અધ્યક્ષ મહોદય હું ગરીબ ખેડૂત છું. મારા નાણાં પરત કરાવી દો, નહી તો હું મરી જઇશ..!
ધારાસભ્યએ જણાવ્યું હતું કે, તેમને ઘર બનાવવા માટે નાણાંની જરૂર હતી તેથી તેઓ ૭ જાન્યુઆરીએ લખનઉ ગયા હતા અને બેન્ક ખાતામાંથી ૧૦ લાખ રૂપિયા લઇને પરત ફરી રહ્યા હતા. ત્યાંજ રોડવેઝ બસમાંથી ઉતર્યા બાદ તેઓ શારદ ચોક પર સ્થિત એક હોટલમાં ચા પીવા રોકાયા હતા ત્યારે જ કોઇ તેમના નાણાં લઇને ફરાર થઇ ગયો હતો.
તેઓ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવા ગયા તો પોલીસે એફઆઇઆર દાખલ કરી ન હતી. તેમણે જણાવ્યું હતું કે, જ્યારે તેઓ એસપી પાસે ગયા તો તેમણે પણ એફઆઇઆર દાખલ કરી ન હતી. એફઆઈઆર નોંધાવવા માટે પોલીસ સ્ટેશનના ચક્કર કાપી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here