પાક. પર હુમલો કરવા માટે સેનામાં મુસ્લિમ રેજિમેન્ટ બનાવવામાં આવે

0
211

ન્યુ દિલ્હી,તા.૧૭
મુસ્લિમ ધર્મગુરુ અને માલેગાંવના પૂર્વ ધારાસભ્ય મુફ્તી ઇસ્માઇલ કાસમીએ જણાવ્યું હતું કે, પાકિસ્તાન પર હુમલો કરવા માટે એક સ્પેશ્યલ રેજિમેન્ટ બનાવવામાં આવે. પૂર્વ ધારાસભ્યએ જણાવ્યું હતું કે, જો સરકાર તેમની માંગને સ્વીકારે છે તો તેઓ ૨૫ હજાર મુસ્લિમ યુવકોની ફોર્સ ભેગી કરશે જેમને રેજિમેન્ટમાં સામેલ કરવામાં આવી શકે છે. જમ્મુ-કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકી હુમલાના બે દિવસ બાદ ઇસ્માઇલે જણાવ્યું હતું કે, પાકિસ્તાને જે કર્યું છે તે જઘન્ય અને ઇસ્લામની વિરુદ્ધ છે. અને આ હિંસા ઇસ્લામના નામ પર કરવામાં આવે છે તેથી હું સરકારને વિનંતી કરીશ કે તેઓ મુસ્લિમ રેજિમેન્ટ બનાવવામાં મદદ કરે જે પાકિસ્તાનની વિરુદ્ધ લડાઇમાં સામેલ થશે.
મુસ્લિમ ઘર્મગુરુએ જણાવ્યું હતું કે, હું વ્યક્તિગત રીતે આ રેજિમેન્ટમાં માત્ર માલેગાંવથી ૨૫,૦૦૦ મુસ્લિમ યુવાનોની ભરતી કરાવવામાં મદદ કરીશ. તેમણે શુક્રવારે માલેગાંવમાં એક વિરોધ પ્રદર્શનનું પણ આયોજન કર્યુ હતું.
પ્રદર્શનનું વીડિયો મુફ્તી ઇસ્માઇલના ફેસબુક પર શેર કર્યું હતું. જેમાં પૂર્વ ધારાસભ્યએ જણાવ્યું હતું કે, ભારતે અગાઉ મસૂદ અઝહરને આઝાદ કર્યો હતો. જૈશ-એ-મોહમ્મદ માટે તે જવાબદાર છે. તેથી અમે ભારત સરકારને વિનંતી કરીએ છીએ કે તેને પાકિસ્તાન જઇને ભારતમાં લાવવામાં આવે અને સજા આપવામાં આવે. તેમણે જણાવ્યું હતું કે, પાકિસ્તાન કાશ્મીરમાં ઇસ્લામના નામે આતંકવાદ ફેલાવે છે. તેમના મતે સેનામાં મરાઠા, ગોરખા, રાજપૂતની જેમ મુસ્લિમોની પણ રેજીમેન્ટ બનાવવામાં આવે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here