વડોદરા,તા.૧૬
વડોદરા શહેરની મુસ્લિમ ખાનગી શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા પુલવામાના થયેલા આતંકવાદી હુમલાને વખોડી અને સીઆરપીએફ જવાનોને શ્રદ્ધાંજલિ અર્પિત કરી હતી. સાથે સાથે આતંકવાદ વિરુદ્ધ બેનર પોસ્ટર લઈને દેખાવો કર્યા હતા.
દેશભરમાં પુલવામામાં થયેલા આતંકી હુમલામાં દેશભરમાં પાકિસ્તાન વિરુદ્ધ આક્રોશ જોવા મળી રહયો છે. તમામ ધર્મના લોકો આ હીંચકારી હુમલાને વખોડી રહ્યા છે. ત્યારે વડોદરામાં પણ ઠેર ઠેર પાકિસ્તાન અને આતંકવાદના વિરોધમાં પ્રદર્શનો થઈ રહ્યા છે. જ્યારે આજે વડોદરાની એક મુસ્લિમ શાળાની વિદ્યાર્થીનીઓએ હાથમાં બેનર અને પોસ્ટર લઈને આતંકવાદ અને પાકિસ્તાનનો વિરોધ વ્યક્ત કર્યો હતો. સાથે સાથે શહીદ થયેલા સીઆરપીએફ જવાનોને શ્રધ્ધાંજલી અર્પી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here