તા.૧૫
કાશ્મીરના પુલવામા ખાતે થયેલા આતંકી હુમલામાં ૪૦ જવાનોની શહિદીના પગલે દેશભરમાં પાકિસ્તાન સામે ભારે રોષની લાગણી સર્જાઇ છે. વિવિધ સંસ્થાઓ,સંગઠનો,રાજકીય પક્ષો દ્વારા પાકિસ્તાન અને આતંકવાદના પૂતળાઓનું દહન કરીને પાકિસ્તાનથી બદલો લે તેવી માંગણી ધીમે ધીમે જોર પકડી રહી છે. શહેરના લાલદરવાજા જાલીવાલી મસ્જિદ પાસે અમદાવાદ મુસ્લિમ સમાજ દ્વારા પુલવામામાં થયેલ આતંકવાદી હુમલાને લઇને શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. જેમાં ધારાસભ્યો ગ્યાસૂદ્દીન શેખ, ઇમરાન ખેડાવાલા, મ્યુ.કાઉન્સિલરો બદરૂદ્દીન શેખ, શાહનવાજ શેખ, કોંગ્રેસ માયનોરિટી ડિપાર્ટમેંટના ઉમરખાન પઠાણ તેમજ અનેક મુસ્લિમ અગ્રણીઓએ ભેગા થઈ પાકિસ્તાન મુર્દાબાદ, આતંકવાદ મુર્દાબાદના નારા લગાવ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here