બ્રિટન,તા.૧૦
બ્રિટેનમાં રહેનારી એક મહિલાને કોઇ લોટરી નથી લાગી. પરંતુ તેની પાસે જે ચીજ ઉપલબ્ધ હતી તે કોઇ અમૂલ્ય ચીજથી કંઇ ઓછી નથી. ડેબ્રા ગોડાર્ડે એક સેલથી ૧૦ પાઉન્ડ (અંદાજે ૯૨૫ રૂપિયા)માં એક વીંટી ખરીદી હતી. પરંતુ તાજેતરમાં જ તેને માલૂમ થયું કે, તે વીંટી એક અસલી હીરાની છે. તેની કિંમત ૭,૪૦,૦૦૦ પાઉન્ડ (અંદાજે ૬.૮ કરોડ રૂપિયા)થી પણ વધારે છે.
૫૫ વર્ષની ડેબ્રા ગોડાર્ડે જણાવ્યું કે, ૩૩ વર્ષ પહેલાં ખરીદવામાં આવેલ આ વીંટીનો તે ઉપયોગ કરી રહેલ છે પરંતુ જ્યાં સુધી તે એક જ્વેલર્સવાળા પાસે ગઇ ન હોતી ત્યાં સુધી તેને આનાં વિશે કોઇ જ અંદાજ જ નહોતો કે આની અસલી કિંમત આખરે શું છે.
ડેબ્રા ગોડાર્ડે જ્વેલર્સને જણાવ્યું કે, વીંટીમાં લાગેલ જે નંગ છે તેને તે વેચવા ઇચ્છે છે. જો કે બાદમાં જ્વેલરીવાળાએ જણાવ્યું કે, વીંટી નકલી નથી પરંતુ અસલી હીરાની છે. વીંટી ૨૬.૨૭ કેરટ ડાયમંડથી બનેલી છે.
જો કે ડેબ્રાએ છેલ્લાં ઘણાં વર્ષોથી આ વીંટીનો ઉપયોગ પણ નહોતો કર્યો અને ડોઢ દશક સુધી આને એક જ્વેલરી બોક્સમાં મૂકી રાખી હતી. તેની માં એક છેતરપિંડીની ઘટનામાં કંગાળ થઇ ગઇ. જેથી ડેબ્રાએ તાજેતરમાં જ આ વીંટીને વેચવાનો ઉદ્દેશ્ય બનાવ્યો અને આ વીંટીને વેચવાનું વિચાર્યું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here