મુંબઇ,તા.૧
દેશભરમાં યુવાનો હાલ PUBG ગેમ પાછળ ખૂબ સમય બગાડી રહ્યા છે. તો આ ગેમ રમતા કેટલાંક યુવાનોના માનસ ઉપર આડ અસર થઈ હોવાના કિસ્સાઓ પણ પ્રકાશમાં આવી ચૂક્યા છે. માત્ર એટલું જ નહીં પરંતુ તાજેતરમાં જ વડાપ્રધાન મોદીએ પરીક્ષા પે ચર્ચાના બેનર હેઠળ યોજેલા કાર્યક્રમમાં એક મહિલાએ પણ આ ગેમને લઈને વડાપ્રધાનને સવાલ કર્યો હતો. હવે મુંબઈમાં એક ૧૧ વર્ષનાં બાળકે આ ગેમ ઉપર બેન લાવવાની માંગ સાથે બોમ્બે હાઈકોર્ટમાં PIL(જાહેર હિતની અરજી) દાખલ કરી છે.
મુંબઈના અહમદ નિઝામ નામના ૧૧ વર્ષના બાળકે દાખલ કરેલી અરજીમાં તેણે કહયું છે કે, પબ્જી ગેમ રમવાથી બાળકો અને યુવાનોના માનસ ઉપર હિંસા, આક્રમકતા તેમજ સાયબર દબંગાઈમાં દુષ્પ્રેરણ કરે છે. અહમદે પોતાની માતા મારફતે આ અરજી કોર્ટમાં લાખલ કરી છે.
અહમદે કોર્ટમાં દાખલ કરેલી જાહેર હિતની અરજી ઉપર કોર્ટમાં લડી રહેલા વકીલ તનવીર નિઝામે કહયું કે, આ બાબતમાં કેન્દ્ર સરકાર ઓનલાઈન એથિક્સ કમિટિ બનાવવાની પરમીશન આપે તે માટેની રજૂઆત પણ કરવામાં આવી છે. જે કમિટી બન્યા પછી સમયાંતરે ઈન્ટરનેટ ઉપર આવતા આવા હિંસક કન્ટેન્ટની તપાસ કરતી રહેશે.
બાળકોમાં લાગેલા પબ્જી ગેમના વળગણને લઈને દિલ્હી પબ્લિક સ્કૂલે તો પોતાની સાયબર રીસર્ચ ટીમ બનાવી છે. જે ટીમ દેશભરમાં આવેલી ડીપીએસ સ્કૂલનાં વિદ્યાર્થીઓની ઓનલાઈન ગતિવિધિઓ ઉપર સતત નજર રાખે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here