તિરુવનંતપુરમ્‌,તા.૨૪
કેનેડાની એક સંસ્થા કોમનવેલ્થ લર્નિગે કાર્તિયાની અમ્માને પોતાના ગુડવિલ એમ્બેસેડર તરીકે નિમણુક કર્યા છે. કાર્તિયાની અમ્માએ ૯૭ વર્ષની ઉંમરમાં ચોથા ધોરણની પરીક્ષા પાસ કરી હતી. તેમણે પરીક્ષામાં ૧૦૦ માંથી ૯૮ અંક મેળવ્યા હતા. પરીક્ષાનું પરિણામ આવ્યા પછી કાર્તિયાની અમ્માએ પોતાના ટીચરને પુછ્યું હતું કે મને ૧૦૦માંથી ૧૦૦ અંક મળવાની આશા હતી. બે નંબર ક્યાં ઓછા થઈ ગયા? અભ્યાસ કરવાની અને શીખવાની કોઈ ઉંમર હોતી નથી. આ વાત કેરળના ૯૭ વર્ષના કાર્તિયાની અમ્માએ સાબિત કરી બતાવી છે.
પરીક્ષાનું આયોજન કેરળ ટેસ્ટ લિટરેસી મિશન ઓથોરિટીએ પોતાના ‘અક્ષરલક્ષમ’ પ્રોગ્રામ પ્રમાણે ગત વર્ષે નવેમ્બરમાં કર્યું હતું. જેનો ઉદ્દેશ્ય રાજ્યને ૧૦૦ ટકા સાક્ષર બનાવવાનો છે. આ પરીક્ષામાં ૪૭,૦૦૦ ઘરડા લોકો સામેલ થયા હતા. ‘અક્ષરલક્ષમ’કાર્યક્રમની શરુઆત કેરળ સરકારે ૨૬ જાન્યુઆરી ૨૦૧૮ના રોજ કરી હતી.
કાર્તિયાનીએ ગત વર્ષે સાક્ષરતા પરીક્ષામાં ભાગ લીધો હતો. જેમાં નાગરિકોની સાક્ષરતાની તપાસ કરવામાં આવે છે. આ પછી તે કેરળ રાજ્યમાં સૌથી મોટી ઉંમરમાં પરીક્ષા આપનાર મહિલા બનવાનું ગૌરવ મેળવ્યું હતું. પરીક્ષા આપ્યા પછી તે રાતો રાત સોશિયલ મીડિયામાં પ્રખ્યાત થઈ ગયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here