બ્રિટન,તા.૪
બ્રિટનના ૭ વર્ષના એક બાળકે સ્વર્ગમાં પોતાના પિતાના નામે લેટર લખ્યો. બાદમાં પોસ્ટ ઓફિસ તરફથી રિપ્લાય પણ કરવામાં આવ્યો.
હાલ સોશિયલ મીડિયા પર એક બાળકનો પત્ર વાયરલ બન્યો છે. બ્રિટનના ૭ વર્ષના એક બાળકે સ્વર્ગમાં પોતાના પિતાના નામે લેટર લખ્યો. બાદમાં પોસ્ટ ઓફિસ તરફથી રિપ્લાય પણ કરવામાં આવ્યો કે તમારો લેટર પહોંચી ગયો છે. આ ઇમોશનલ લેટરને બાળકની માતા ટેરી કોપલેન્ડે ફેસબૂક પર શેર કર્યો છે, બાળકે પોસ્ટમાં લખ્યું હતું કે મિસ્ટર પોસ્ટમેન, શું તમે આ લેટરને સ્વર્ગમાં લઇ જઇ શકશો ? તેમનો બર્થ ડે છે, કેટલાક સપ્તાહ બાદ યુકે રોયલ મેઇલ તરફથી જવાબ આવ્યો અને જણાવવામાં આવ્યું કે લેટર ડિલિવર થઇ ગયો છે.
પોસ્ટ ઓફિસ તરફથી જવાબમાં લખવામાં આવ્યું કે લેટર મોકલવો ખુબ જ મુશ્કેલ રહ્યો. રસ્તામાં સ્ટાર્સ અને અનેક એવી વસ્તુઓનો સામનો કરી સ્વર્ગમાં પહોંચવું મુશ્કેલ હતું. તેમ છતા અમે લેટરને સ્વર્ગમાં પહોંચાડ્યો. આ લેટરને બાળકની માતા ટેરીએ શેર કર્યો છે, લોકો પોસ્ટ ઓફિસ તરફથી આપવામાં આવેલા રિપ્લાયની ખૂબ પ્રસંશા કરી રહ્યાં છે. ટેરીએ તસવીરમાં લખ્યું કે હું વ્યક્ત નથી કરી શકતી કે જ્યારે પોસ્ટ ઓફિસનો રિપ્લાયનો લેટર મળ્યો કે તમારો પત્ર મળી ગયો છે, હું એકદમ ભાવુક થઇ ગઇ.
પોસ્ટ ઓફિસે જણાવ્યું કે બાળકના લેટરે સમગ્ર પોસ્ટલ ડિપાર્ટમેન્ટને ભાવુક કરી દીધું હતું. આશા છે કે અમારા રિપ્લાય કરવાથી બાળક અને પરિવારને સારું લાગ્યું હશે. લોકો રોયલ મેલની ખુબ જ પ્રશંસા કરી રહ્યાં છે. એક યૂઝર્સે લખ્યું કે એકદમ હ્યદયસ્પર્શી, સમય કાઢ્યો અને સારું કામ કર્યું, ધન્યવાદ રોયલ મેલ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here