૭માં ધોરણમાં ભણનાર ૧૧ વર્ષનો છોકરો આપે છે એન્જીનિયરિંગના વિદ્યાર્થીઓને કોચિંગ

0
324

હૈદરાબાદ,તા.૧
હૈદરાબાદનો ૧૧ વર્ષનો એક છોકરો એન્જીનિયરીંગના વિદ્યાર્થીઓને કોચિંગ આપી રહ્યો છે. તેનાથી ડબલ ઉંમરના વિદ્યાર્થીઓને ભણાવી રહ્યો છે.
૧૧ વર્ષના આ છોકરાનું નામ મોહમ્મદ હસન અલી છે. તે સાતમા ધોરણમાં ભણે છે. બીટેક અને એમટેકના વિદ્યાર્થીઓને ભણાવે છે. અલીએ વિધાર્થીઓને ભણાવે છે જે એન્જીનિયરીંગમાં બેચલર અને માસ્ટર કરી રહ્યા છે.
મોહમ્મદ હસન અલી ભણાવવાના કોઈ પૈસા નથી લેતો. તે ૨૦૨૦ના અંત સુધી એક હજાર એન્જીનિયરીંગના વિદ્યાર્થીઓને ભણાવવા માગે છે. ૩૦ સિવિલ, મિકેનિકલ અને ઈલેક્ટ્રીકલ એન્જીનિયરીંગના વિદ્યાર્થીઓને ડિઝાઈન અને ડ્રાફ્ટિંગનું કોચિંગ આપે છે.
અલીએ જણાવ્યું કે છેલ્લા ૧ વર્ષથી વિદ્યાર્થીઓને ભણાવે છે અને વિદ્યાર્થીઓને ભણાવવાથી મારા ભણતર પર કોઈ અસર થતી નથી. હું સવારે ૬ વાગે સ્કૂલે જાઉ છુ અને ૩ વાગે ઘરે આવુ છુ. જે બાદ રમુ છું અને મારુ હોમવર્ક કરું છુ. સાંજે ૬ વાગે કોચિંગ સેન્ટર વિદ્યાર્થીઓને ભણાવવા જાવુ છું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here