ઓડિશાના તટવર્તી વિસ્તારોમાં તાજેતરમાં આવેલા તિતલી વાવાઝોડાંને કારણે ભીષણ તબાહી જાવા મળી હતી. તિતલી વાવાઝોડામાં ૫૭ લોકોએ જીવ ગુમાવ્યા હતા અને લગભગ ૨૨૦૦ કરોડ રૂપિયાનું નુકસાન પણ થયું હતું. પરંતુ તિતલી વાવાઝોડાના ગયા બાદ વહીવટીતંત્રની બેદરકારીની તસવીર સામે આવી છે. ઓડિશાના જ ગજપતિ ખાતે માનવતાને શર્મસાર કરનારી તસવીર સામે આવી છે. પૂરગ્રસ્ત વિસ્તારમાંથી એક વ્યક્તિ પોતાની પુત્રીના મૃતદેહને ખભા પર ઉઠાવીને આઠ કિલોમીટર ચાલીને પોસ્ટમોર્ટમ માટે લઈ જવા મજબૂર બન્યો હતો.
મુકુંદ ડોરાની આઠ વર્ષીય પુત્રી તિતલી વાવાઝોડાં દરમિયાન પૂરમાં વહી ગઈ હતી અને અગિયાર ઓક્ટોબરથી તે ગુમ હતી. તેનો મૃતદેહ એક નાળામાંથી મળી આવ્યો હતો. મુકુંદ ડોરાએ પોલીસને આની જાણકારી આપી હતી. પોલીસે કથિતપણે મૃત બાળકીની કેટલીક તસવીરો લીધી હતી. પરંતુ પોસ્ટમોર્ટમ માટે કોઈ મદદ કરી નહીં. કોઈ અન્ય વાહન નહીં હોવાથી મુકુંદ ડોરા મૃત પુત્રીની લાશને પોતાના ખભા પર ઉઠાવીને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ લઈ ગયો હતો. જો કે અહેવાલો પ્રકાશમાં આવતા વહીવટી તંત્રની નિંદર ખુલી હતી. ગજપતિના જિલ્લા વહીવટી તંત્રે મૃત બાળકીના પિતા મુકુંદ ડોરાને દશ લાખ રૂપિયાનું વળતર આપવાની પેશકશ કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here