રાજશ્રીની હમ આપ કે હૈં કૌન જેવી સ્વચ્છ પારિવારિક ફિલ્મો કરનારી અભિનેત્રી રેણુકા શહાણેએ ભારપૂર્વક એવો દાવો કર્યો હતો કે લગભગ દરેક મહિલા પાસે મી ટુ આંદોલનને આપવા માટે એકાદી સ્ટોરી હશે જ.
‘એક એવી મહિલા બતાવો જેને પોતાની સાથે થયેલી કનડગત માટે કશું ન કહેવાનું હોય. લગભગ દરેક મહિલા પાસે એવી એકાદી સ્ટોરી હોવાની જેમાં એની સાથે ગેરવર્તન થયું હોય. મારી સાથે ગેરવર્તન કરનાર કોઇ પ્રસિદ્ધ વ્યક્તિ નહોતી. પરંતુ મારી સાથે જે બન્યું એને કારણે દુનિયાને જોવાની મારી દ્રસ્ટી આખેઆખી બદલાઇ ગઇ. મને એકાદ એવી મહિલા બતાવો જેની પાસે મી ટુ આંદોલનમાં કંઇ કહેવા જેવું ન હોય’ એમ રેણુકાએ કહયું હતું.
એણે કહયું કે મેંં લગભગ જીવનભર મુંબઇની બેસ્ટની બસો અને લોકલ ટ્રેનમાં પ્રવાસ કરીને કામ કર્યું છે. કયાંક ને કયાંક લોકો ગેરલાભ લેવાની લાલચ જતી કરી શકતા નથી એવો મારો પોતાનો જાત અનુભવ છે. બસમાં કે ટ્રેનમાં ધસારા દરમિયાન કોઈ વ્યક્તિ તમારી છાતી પર હાથ મૂકીને પસાર થઇ જવાની છે એ તમે જાણતા હો છો. આ અનુભવ દરેક મહિલાનો છે. તમે પરણેલા છો કો પ્રેગનન્ટ છો વગેરે બાબતોનો આવી વ્યક્તિ પર કોઇ પ્રભાવ પડતો નથી. એ તો પોતાની વિકૃતિ સંતોષીને આગળ વધે છે.
રેણુકા સતત સામાજિક મુદ્દાઓ પર બોલતી રહી છે. કદાચ એટલે જ તાજેતરમાં એને સિને એન્ડ ટીવી આર્ટિસ્ટ્‌સ એસોસિયેશન (સિન્ટા)ની કાર્યકારી સમિતિની સભ્ય બનાવવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here