#MeToo કેમ્પેઇનમાં અત્યાર સુધી સાજિદ ખાન, નાના પાટેકર, વિકાસ બહેલ, આલોક નાથ, લવ રંજન, પીયુષ મિશ્રા, સુભાષ ઘઇ, રજત કપૂર જેવા મોટા નામ સામે આવ્યાં છે અને આ કેમ્પેઇનની આગ અનેક જાણીતા ચહેરાઓને પણ લપેટામાં લઇ રહી છે. #MeToo કેમ્પેઇન આખા દેશમાં ફેલાઈ રહયું છે. આ અભિયાનને કારણે આમિર ખાને તો ગુલશન કુમારના જીવન પર બની રહેલી ‘મુગલ’માં પણ કામ કરવાનો ઇનકાર કરી દીધો છે. હવે સમાચાર મળ્યા છે કે આમિર દેશમાં ચાલી રહેલા આ અભિયાનથી પોતાના સુપરહિટ ટીવી શો ‘સત્યમેવ જયતે’ની ચોથી સિઝનની શરૂઆત કરવાના પ્લાનિંગમાં છે.
આમિર ૨૦૧૪ પછી ફરી પોતાના આ શોને ટીવી પર લાવવાની તૈયારી કરી રહ્યો છે. આ સિરિઝની છેલ્લી સિઝન ૨૦૧૪ના ઓક્ટોબર મહિનામાં પ્રસારિત થઈ હતી. હવે ચર્ચા છે કે આમિર પોતાના આ શોની શરૂઆત આમિરના શોની નવી સિઝન આવતા વર્ષે જાન્યુઆરી મહિનાથી શરૂ થઈ શકે છે. આમિર આ શરૂઆત #MeToo કેમ્પેઇન અને એની સાથે જોડાયેલી વાર્તાઓથી કરવાનો છે.
ઉલ્લેખનીય છે કે મિ ટુ મૂવમેન્ટની આંધીમાં પોતાનું કોન્ટ્રબ્યુશન આપતા એક્ટર આમિર ખાને પણ એક નિર્ણય કર્યો છે. આમિરે એક અપકમિંગ ફિલ્મના પ્રોડક્શનમાંથી બેક આઉટ કર્યુ છે. આમિર અને કિરણે ટ્વિટર પર એક જોઈન્ટ સ્ટેટમેન્ટ રિલીઝ કરતા જણાવ્યુ છે કે, તેઓ સેક્સ્યુઅલ મિસકન્ડક્ટનો સંપૂર્ણ વિરોધ કરે છે અને એટલે જ તેઓ એક ફિલ્મના પ્રોડક્શનમાંથી બેક આઉટ કરે છે જેના પર તેઓ ભવિષ્યમાં કામ કરવાના હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here