ગુજરાતના હિમંતનગરના ઢૂંઢર ગામમાં એક અઠવાડિયા પહેલા ૧૪ માસની માસુમ બાળકી પર પરપ્રાંતિય દ્વારા કરાયેલા રેપ મુદ્દે બિહાર અને ઉત્તરપ્રદેશમાંથી આવી કામ કરતા બિનગુજરાતીઓ પર હિંસક હુમલાઓ મામલે શહેરના ત્રણ દરવાજા ખાતે શાંતિપ્રિય લોકો ગુજરાતની પ્રજાને શાંતિનો સંદેશો આપવા જમા થયા હતા. જેમાં પટવાશેરીના કર્મશીલ ઉમરખાન પઠાણે શાંતિના પ્રતિક સમા કબુતરને ઉડાડી ગુજરાતની પ્રજાને શાંતિનો સંદેશ પહોંચાડ્યો હતો તેમજ ગુજરાતની જનતાને અપીલ કરી હતી કે” કેરીના ટોપલામાં એક કેરી સડેલી હોય તો કેરીને ફેંકી દેવાય નહી કે ટોપલાને !” દોષીતોને કાયદા અન્વયે ચોક્કસ સજા થવી જાઇએ પરંતુ નિર્દોષ પરપ્રાંતિયો ઉપર અત્યાચાર યોગ્ય નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here