Tuesday, January 21, 2020
Home Blog
વારાણસી,તા.૨૦ નાગરિકતા સંશોધન કાયદો સંસદમાંથી પાસ થયા બાદથી દિલ્હીનાં શાહીન બાગ સહિત દેશનાં ઘણા હિસ્સાઓમાં વિરોધ અને સમર્થનમાં પ્રદર્શન થઈ રહ્યા છે. તો આ પ્રદર્શનોને લઈને પોસ્ટરવોર પણ શરૂ થઈ ગયા છે. આ જ ક્રમમાં હવે વારાણસીમાં એક પોસ્ટર સામે આવ્યું છે, જેમાં મુસ્લીમોને ઘરે પાછા ફરવાની સલાહ આપવામાં આવી છે. હિન્દુ સમાજ પાર્ટીના પ્રદેશ ઉપપ્રમુખ રોશન પાંડેએ આ પોસ્ટરો...
ન્યુ દિલ્હી,તા.૧૯ દેશમાં આર્થિક મંદી સરકાર માટે મોટો પડકાર બની ગઈ છે. વિપક્ષ સતત આ મુદ્દે સરકારની આલોચના કરતી રહી છે, ત્યારે હવે ભાજપની અંદર પણ વિરોધનો અવાજ ઉઠવા લાગ્યો છે. ભાજપના રાજ્યસભા સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ અર્થવ્યવસ્થાની વર્તમાન સ્થિતિ પર વ્યંગમાં કહયું કે, આ પ્રકારે અર્થવ્યવસ્થાને બરબાદ કરવા માટે પણ મગજ હોવું જોઈએ. સામાન્ય રીતે મંદી મોંઘવારીની સાથે નથી આવતી. મોટાભાગે...
ન્યુ દિલ્હી,તા.૧૭ તિહાડ જેલમાંથી છૂટ્યાના ગણતરીના કલાકોમાં જ ભીમ આર્મીના પ્રમુખ ચંદ્રશેખર આઝાદ શુક્રવારના રોજ જામા મસ્જિદ પહોંચી ગયા હતા. તેમણે ત્યાં બંધારણની પ્રસ્તાવના પણ વાંચી હતી. તેમની સાથે સમર્થક અને સ્થાનિક લોકો પણ જામા મસ્જિદ ખાતે પહોંચ્યા હતા. તેમણે નાગરિકતા સુધારણા કાયદાને નાબૂદ કરવાની માગ કરતા કહયું કે દેશની એકતાને બનાવી રાખવાનું કામ જેટલું મહત્વનું છે કે તેનાથી વધારે...
ગોંડલ,તા.૧૬ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતીને લઇને ગોંડલના કલાકાર મુનીર બુખારીએ નોઇડામાં ૧૫ માળની બિલ્ડીંગમાં બાપુનું વોલ પેઇન્ટીંગ બનાવ્યું છે. આ પેઇન્ટીંગ બનાવી મુનીર બુખારીએ ગોંડલ સહિત ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. મુનીર બુખારીને ચિત્રકલામાં બાળપણથી જ રુચિ હતી પરંતુ પરિવારની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ૯ ધોરણ સુધી જ અભ્યાસ થઇ શક્યો હતો અને પિતા સાથે તૈયાર કપડાં વેચવાનો લારી ઉપરનો વ્યવસાય સંભાળવો...
અમદાવાદ,તા.૧૬ ઓનલાઈન શોપિંગ વેબસાઈટ પર અનેકવાર ઓર્ડર કરેલી વસ્તુના બદલે ઈંટો કે પથ્થરો મૂકી છેતરપીંડિ આચરવામાં આવતી હોય છે. અમદાવાદમાં પણ એક યુવતી સાથે આવું જ થયું. ફ્લિપકાર્ટમાં ઓનલાઈન ઓર્ડર કરેલ વસ્તુના બદલે પાર્સલમાં ઈંટો આવી. તે જોઈને આ યુવતીએ સીધો ડિલિવરી બોયને રૂમમાં પૂરી દીધો હતો અને પોલીસને સોંપી દીધો હતો. પુર્વી દાણીધારિયા અમદાવાદના નારોલ વિસ્તારમાં શ્રી હરિ રેસીડ્‌ન્સીમાં...
અમદાવાદ,તા.૧૫ ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા અને બહેરામપુરા વોર્ડના કાઉન્સિલર બદરુદ્દીન શેખે ઉત્તરાયણના દિવસે પોતાના ઘરે નાગરિક્તા કાયદાના વિરોધી સુત્રો લખેલા પતંગો ચગાવીને ઉત્તરાયણની ઉજવણી કરી હતી. આ અવસરે ધારાસભ્યો ગ્યાસુદ્દીન શેખ અને ઈમરાન ખેડાવાળા ઉપરાંત અમદાવાદ શહેર કોંગ્રેસના અધ્યક્ષ શશિકાંત પટેલ અને એએમસીમાં વિપક્ષ નેતા દિનેશ શર્મા સાથે મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યાં હતા.
(રવીન્દ્ર ભદોરિયા) તા.૧૩ સમગ્ર ભારત સહિત ગુજરાતમાં પણ એન.આર.સી. અને સી.એ.એ.નો વિરોધ જોવા મળ્યો હતો, ત્યારે હવે ઉતરાયણના તહેવારને લઇ એક નવા અંદાજ સાથે આકાશમાં પણ આ કાયદાનો વિરોધ દેખાશે. એન.આર.સી. અને સી.એ.એ.ને લઇ કેટલીક જગ્યા હિંસા પણ જોવા મળી ત્યારે હવે લોકો આકાશમાં એન.આર.સી. અને સી.એ.એ.ની પ્રિન્ટીંગ કરેલી પતંગો ચગાવી વિરોધ નોધાવશે. માઈનોરીટી કોઓર્ડીનેશન કમિટીના કન્વીનર મુજાહિદ નફિશે જણાવ્યું કે...
પટણા,તા.૧૨ રવિવારે કોલકાતાના બેલૂર મઠમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સીએએને લઇને લોકોને સંબોધિત કર્યા હતા. હવે જેડીયુના રાષ્ટ્રીય નાયબ અધ્યક્ષ પ્રશાંત કિશોરે સીએએ અને એનઆરસીનો વિરોધ કરવા માટે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીનો આભાર વ્યક્ત કર્યો છે. પ્રશાંત કિશોરે દાવો કર્યો છે કે બિહારમાં સીએએ લાગુ નહીં થાય. પ્રશાંત કિશોરે ટ્‌વીટ કર્યું હતું કે, હું સીએએ અને એનઆરસીનો સત્તાવાર અને સ્પષ્ટ રીતે...
ન્યુ દિલ્હી,તા.૧૨ ઓમાનના સુલ્તાનનું અવસાન થતા ભારતે એક દિવસ માટે રાષ્ટ્રીય શોકની જાહેરાત કરી છે. સરકારે આ અંગે જાહેરાત કરતા જણાવ્યું હતું કે સોમવારે રાષ્ટ્રધ્વજને અડધી કાઠીએ ફરકાવવામાં આવશે અને તે દિવસે રાષ્ટ્રીય શોક રહેશે. આધુનિક અરબમાં લાંબા સમય સુધી શાસન કરનારા સુલ્તાન કાબૂસ બિન સઈદનું ૭૯ વર્ષની વયે શુક્રવારે અવસાન થયું હતું. તેમના અવસાન બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શોક...
ન્યુ દિલ્હી,તા.૧૧ જવાહરલાલ નેહરૂ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો સાથે થયેલી હિંસા મામલે હવે રાજકારણ ગરમાયું છે. વિપક્ષી દળોના નેતા આ મામલે નિષ્પક્ષ તપાસની માગણી કરી રહ્યા છે. કેટલાક બોલીવૂડ સેલેબ્સે પણ પીડિત વિદ્યાર્થીઓનું સમર્થન કર્યું હતું. બોલીવૂડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણે પણ પીડિત વિદ્યાર્થીઓ સાથે મુલાકાત કરી હતી. જેને કારણે દીપિકા ભાજપના નેતાઓના નિશાના પર આવી ગઇ છે. હવે આરબીઆઈના ભૂતપૂર્વ...
- Advertisement -

MOST POPULAR

HOT NEWS

Powered By Indic IME